રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

મારી માં......


એક નાના બાળક ને પૂછવામાં આવ્યું કે તારા ઘર માં સાચું કોણ બોલે છે ?
તારી નવી માં કે
પછી તારી સાચી માં ?

 છોકરા એ જવાબ માં કહ્યું...
 મારી નવી માં સાચું બોલે છે ...અને મારી સાચી માં ખોટું બોલતી હતી...
.
ત્યાં બેઠેલા બધા નવાઈ પામ્યા કે આવું હોવુજ અશક્ય છે.
બધા એ કહ્યું શું ખરેખર આવું જ છે ?
.
છોકરા એ કીધું હા, હું જયારે પણ મસ્તી કરું છૂ ત્યારે મારી નવી માં મને વઢે છે કે
જો તું મસ્તી કરીશ તો હૂં આજે તને જમવાનું નહિ આપું અને એ
મને નહોતી જ આપતી.
પણ મારી સાચી માં મને ફક્ત વઢતી જ હતી જમવાનું તો એ દરરોજ આપતી જ હતી...

.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો