આજે પણ તમારી આંગળી પકડી
હું ચાલવા માંગું છું.....
નાના નાના હાથો થી
તમારી આંગળી પકડી હું ચાલી છું,
પણ આ જગત ની ચાલથી,
હજી હું અનજાન છું,
મારો હાથ તમારા હાથ માં મુકીને,
આ ચાલ શીખવા માંગું છું,
આજે પણ તમારી આંગળી પકડી
હું ચાલવા માંગું છું.....
સારા સંસ્કાર,સુ-વિચાર આપ્યા,
પણ અનુભવ તમારી પાસે રહી ગયા,
વર્ષો પછી જે મળે છે
તે અનુભવ તમારી પાસે રહી ગયા,
તમારા અનુભવ નો હું લાભ લેવા માંગું છુ.
આજે પણ તમારી આંગળી પકડી
હું ચાલવા માંગું છું.....
ધીમા ધીમા પગલા ધીરેથી તેઝ થઇ ગયા,
બાળપણ નો સાથ તો ધીમેથી છૂટી જાય,
તેઝ પગલા તમારા જોજો ધીમા પડી જશે,
વૃદ્ધાવસ્થા તમને પણ ધીરેથી આંબી જશે,
ધીમા તમારા પગલાને
ગતિ હું આપવા માંગું છું,
તમારો હાથ પકડીને
તમને જ હું ચલાવવા માંગું છું..........

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો