.. ,, ..
લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છું
.
વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની કોશીશ કરી લઉ છું
.
જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું
.
ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ રણમાં પાણીના આભાસથી દોટ મૂકી દઉ છું
બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્તા પહેલા જીભને સંભાળી લઉ છું
.
સાંભળતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ મળેલી સાચી સલાહ
જીવનમાં આવરી લઉ છું
.
વ્યક્ત કરતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો ભાગ ભજવી લઉ છું
.
જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની મોટી ખુશીઓ છીનવી લઉ છું. . . .
. , , .





.jpg)

