,,,
કોઈની નાવ ડૂબાડીને તરવાનું નથીગમતું,
બીજાના જીવના ભોગે જીવવાનું નથીગમતું.
ભલેને લાખ અમને છેતરે દુનિયાના ઇન્સાનો,
બનીને સ્વાર્થના સાથી છલવાનું નથી ગમતું.
અમે સમજ્યા છીએ આંસુ અને રુદન તણી કીમત,
કોઈના આંસુ પર મુસ્કરાવાનું નથીગમતું.
ખસી જઈશું જો લાગે કે બન્યો છું રાહનો પથ્થર,
બનીને રાહનો પથ્થર નડવાનું નથી ગમતું.
નથી ઝગડો અમારે કોઈની સાથેય દુનિયામાં,
ટૂંકી છે જિંદગી લાંબુ ઝગડવાનુંનથી ગમતું.
,,,,

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો