એક ભૂલ કરી લવ છું
તનહાઈને જીવનમાંથી બાદ કરી લઉં છું !......કોઈ નહીં તો અરીસા સાથે વાત કરી લઉં છું !
મને શું કામ રંજ હોય તારા ના મળવાનો..... તારા ભ્રમ સાથે રોજ મુલાકાત કરી લઉં છું !
મને શું કામ રંજ હોય તારા ના મળવાનો..... તારા ભ્રમ સાથે રોજ મુલાકાત કરી લઉં છું !
તસલ્લી તો રહે દિલ ને કોઈ ને હરાવવાની...... લડું છું જાત સામે જ અને મહાત કરી લઉં છું !
ખુદા, તું પણ છેવટે તો રહ્યો આ કળયુગનો..... તારી સામે પણ લાંચની રજૂઆત કરી લઉં છું !
એટલો પણ ખરાબ નથી કે તને બેવફા કહું,...... હું પણ અરીસો જોવાની તાકાત કરી લઉં છું.
:
by Amit Küßävät
by Amit Küßävät

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો